Student Teacher Jokes in Gujarati: અહી અમે આપની સાથે શિક્ષક અને વિધ્યાર્થી ની રમુજ(Student Teacher Gujarati Jokes) શેર કરીશું. અહી આપવામાં આવેલા જોક્સ જો આપ ખુદ શિક્ષક કે વિધ્યાર્થી હસો તો આપનો આનંદ ઘણો વધારી દેશે. અહી શિક્ષક અને વિધ્યાર્થી વચ્ચે થતી નિખાલસ વાતો થી જે હાસ્ય ઉત્પન્ન થાય છે તે ખુબજ આનંદ દાયક અને રમૂજી હોય છે.
અહી આપવામાં આવેલા Student Teacher Gujarati Jokes થી આપને આપનું બાળપણ અને વિધ્યાર્થી કાળ જરૂરથી યાદ આવશે. અમને આશા છે કે અહી આપેલ શિક્ષક વિધ્યાર્થી ના જોક્સ(Student Teacher Jokes in Gujarati) આપને ગમશે. જો આપ અહી આપેલા જોકેસ થી એક વખત પણ હસ્યાં હોય તો જરૂરથી તેને બીજા લોકો જોડે શેર કરજો.
Student Teacher Jokes in Gujarati
શિક્ષક: જો પૃથ્વી ની અંદર LAVA છે તો બહાર શું છે?
વિધ્યાર્થી: બહાર OPPO અને VIVO છે.
પછી ક્લાસ રૂમમાં સન્નાટો છવાઈ ગયો…..
શિક્ષક વિધ્યાર્થી ને
શિક્ષક: યમુના નદી ક્યાં વહે છે?
વિધ્યાર્થી: જમીન પર
શિક્ષક: નક્શા માં બતાવ
વિધ્યાર્થી: નક્શામાં કેવી રીતે બતાવું… નક્શો પલળી નહીં જાય….
શિક્ષકે વિધ્યાર્થી ને પૂછ્યું કે સ્કૂલ શું છે?
વિધ્યાર્થી: સ્કૂલ એ જગ્યા છે જ્યાં અમારા બાપા ને લૂંટવામાં આવે છે અને અમને કૂટવામાં આવે છે.
શિક્ષક: કોઈ સ્કૂલ સામે બોમ્બ રાખી ને જતું રહે તો તમે શું કરશો?
વિધ્યાર્થી: થોડી વાર રાહ જોઈએ… પછી કોઈ ના લઈ જાય તો સ્ટાફ રૂમ માં મૂકી દઈએ
શિક્ષક: તમારા ઘરમાં સૌથી નાનું કોણ છે?
વિધ્યાર્થી: મારા પપ્પા
શિક્ષક: એ કઈ રીતે???
વિધ્યાર્થી: એ હજુ સુધી મારી મમ્મી ભેગા સુવે છે એટ્લે
શિક્ષક: ચાલો ન્યુટન નો નિયમ બતાવો
વિધ્યાર્થી: આખો તો નથી યાદ પણ છેલ્લું થોડું થોડું આવડે છે…
શિક્ષક: હા જે આવડે તે સંભળાવ…
વિધ્યાર્થી: …. આને ન્યુટન નો નિયમ કહે છે..