Santa Banta Jokes in Gujarati | સંતા બંતા જોક્સ | Gujarati Jokes

Santa Banta Jokes in Gujarati: સંતા બંતા એ ભારતની હાસ્ય પાત્ર ની શ્રેષ્ઠ જોડી છે. તેઓના જોક્સ ખુબજ મોટા પ્રમાણ માં શેર થાય છે. “Be Happy Jokes” પર અહી અમે આપની સાથે સુંદર અને આપણે હસાવિ હસાવિ લોથ પોથ કરી દે તેવા ગુજરાતી રમૂજી ટૂચકાઓ(Santa Banta Gujarati Jokes) શેર કર્યા છે. અમને આશા છે કે આપને અમારા દ્વારા આપવામાં આવેલા રમૂજી ટૂચકાઓ(Gujarati Jokes) પસંદ આવશે.

Best Santa Banta Jokes in Gujarati

સંતા બંતા અને તેની પત્ની નો ફોટો જોઈ
સંતા: તમારી જોડી તો રામ સિતા ની જોડી જેવી લાગે છે…
બંતા: શું યાર!! આજ સુધી ના તો કોઈ રાવણ એને લઈ ગયો છે ના તો એ ધરતી માં સમાવવાનું નામ લઈ રહી છે!!!

સંતા(નોકરને): બહાર જો સુરજ નીકળ્યો કે નઇ?
નોકર: પણ બહાર તો અંધારું છે!!!
સંતા: તો ટોર્ચ લઈ ને જો કામચોર

સંતા(બંતા ને): તું ઓપરેશન કર્યા વગર કેમ હોસ્પિટલથી ભાગી ગયો???
બંતા: નર્સ વારંવાર કહી રહી હતી કે ડારશો નહીં હિમ્મત ના હારશો, નાનું જ ઓપરેશન છે, કશું નહીં થાય….
સંતા: હા તો એમ ડરવા વાળી શું વાત હતી સાચું જ હતું!!!!
બંતા: એ મને નહીં ડોક્ટર ને કહી રહી હતી!!!

સંતા પાસે નવો ફોન જોઈ બંતા એ પૂછ્યું
બંતા: નવો ફોન લાવ્યો કે શું
સંતા: નારે ના આતો મારી ગર્લફ્રેંડ નો ફોન છે
બંતા: તારી ગર્લફ્રેંડ નો ફોન તારી પાસે કેમ??
સંતા: કઈ નઇ એતો રોજ એ બોલ બોલ કરતી હતી કે મારો ફોન કેમ નથી ઉઠાવતા, આજ મોકો મળ્યો તે ઉઠાવી લીધો…

સંતા: તારે કેવી પત્ની જોઈએ છે??
બંતા: ચાંદ જેવી!!!
સંતા: કેમ ચાંદ જેવી મતલબ??
બંતા: જે રાત્રે આવે અને સવારે જતી રહે એવી

સંતા ની મજાક મસ્તી વાળી પત્ની
સંતા: મારી પત્ની એટલી મજાક મસ્તી વાળી છે કે વાત જ ના પુછો
બંતા: કેવી રીતે
સંતા: મે કાલે એની આંખો પર હાથ રાખી પુછ્યું કે હું કોણ તો જવાબ આપ્યો કે “દૂધવાળો”

પ્રેમિકા એ સંતા ને ફોન કર્યો
આજ હું ઘરે એકલી છુ આવિ જા…
સંતા: ગાંડી તું મારા ઘરે આવિજા અહી ઘણા બધા છે તારું મન લાગેલું રહેશે…

સંતા અને બંતા બંને ભાઈ એક જ ક્લાસ માં ભણતા હતા..
બંને એ તેમના પિતા નું નામ અલગ અલગ લખ્યું…
શિક્ષિકા: તમે તમારા પિતા નું નામ કેમ અલગ અલગ લખ્યું…
સંતા: પછી મેડમ તમે એ કો છો કે કોપી કર્યું છે એટલે…

સંતા ના લગ્ન એક નર્સ જોડે થયી ગયા
બંતા: સંતા કેવું ચાલે છે લગ્ન જીવન, ભાભી શું કરે છે???
સંતા: જવા દે ને ભલામાણસ, જ્યાં સુધી સિસ્ટર ના કાવ ત્યાં સુધી જવાબ જ નથી આપતી

Leave a Comment