Husband wife Jokes in Gujarati: અહી અમે આપની સાથે પતિ પત્ની ના જોક્સ(Pati Patni Jokes in Gujarati) સહરે કરીશું. અહી આપવામાં આવેલા જોક્સ એ ગુજરાતી ભાષામાં(Gujarati Language) ઉપલબ્ધ હશે અને એક બીજા ને શેર કરી શકાય તેવા હશે. આ જોક્સ જો આપને પસંદ આવે તો અન્ય લોકો સાથે શેર કરવા વિનંતી.
આપણે જાણીએ છીએ કે પતિ પત્ની નો સંબંધ એ વિશ્વ માં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પતિ પત્ની વિશે ના સંબંધ માટે કહેવાય છે કે તે સાત જન્મો સુધી નો હોય છે. પતિ પત્ની ના જીવન માં ઘણી વાર એવિ ઘટના બનતી હોય છે જે હાસ્ય ઉત્પન્ન કરે છે એવિ ઘટના એટલે પતિ પત્ની જોક્સ(Husband wife Jokes in Gujarati). અહી અમે આપની સાથે તેવી ઘટનાઓ આધારિત જોક્સ શેર કરીશું જે આપણે હસવા માટે મજબૂર કરી દે જો આપણે અહી આપેલા જોકેસ પસંદ આવે તો અન્ય લોકો સાથે શેર કરવા વિનંતી.
Husband wife Jokes in Gujarati
રિદ્ધિ અને સિદ્ધિ – ગણેશજીની બે પત્નીઓ છે
અને મનુષ્યને એક જ અને તે પણ “જિદ્દી“છે
એક મોટા બોર્ડ પર સુંદર સ્ત્રી સાથે એક મિક્સચર નો ફોટો લગાવેલો હતો અને લખેલું હતું કે “એક્સ્ચેંજ ઓફર”
પતિ લાંબા સમય થી બોર્ડ સામે જોઈ રહ્યો હતો.
પત્ની એ કહ્યું “આ ઓફર માત્ર મિક્સચર ઉપર જ છે.” ઘરે હાલો છાના..માના…
પતિ: એ સંભાળ્યું બાજુવાળી પિંકી ના 100 માથી 99 માર્ક્સ આવ્યા
પત્ની: ઓહો… તો વધારાનો 1 ક્યાં ગયો…. …..
પતિ : એ તારો ટપૂડો લાયો….
પત્નીઓ દુનિયાનું એક માત્ર આતંકી સંગઠન છે જે પોતાના દ્વારા કરેલા હુમલાની જવાબદારી પણ લેતું નથી.
પતિ: આજે બહાર જમવા જઈએ.
પત્ની: હા ચાલો હું જલ્દી તૈયાર થયી જાવ…
પતિ: હ ત્યાં સુધી હું બહાર ચટ્ટાઇ પાથરી દવ..
પત્ની: સાંભળો છો…. મારા મોઢામાં મચ્છર જતુ રહ્યું છે.. હું શું કરું
પતિ: ઓલઆઉટ પી છ સેકંડ માં કામ શરૂ..
પત્ની: ચાલો એક રમત રમીએ
પતિ: કેવી રમત???
પત્ની: જો હું કલર નું નામ બોલું તો તમારે ડાબો હાથ ઊંચો કરવાનો અને ફળ નું નામ બોલું તો જમાનો હાથ ઊંચો કરવાનો
પતિ: જો હું જીતી જાવ તો???
પત્ની: જે પણ હારી જાય તેને આખી જિંદગી જીતેલાનું કહ્યું માનવાનું
પતિ: આ રમત તો હું ગમે તે કરીને જીતવાનો…
પત્ની: સારું ચાલો …. રેડી.. સ્ટેડી….ગો … ઓરેંજ(Orange)
પતિ ત્રણ દિવસ સુધી વિચારતો રહ્યો કે કલર હશે કે ફળ
પતિ: તું મારી ફિલ્મ માં કામ કરીશ
પત્ની: હા…. પણ મારે શું કરવાનું હશે?
પતિ: કઈ નઇ ખાલી પાણી માં ઊભા રહેવાનુ હશે..
પત્ની: ફિલ્મ નું નામ શું હશે…
પતિ: ગઈ ભેંસ પાણીમાં
પત્ની: ખીજાઈ ને તમે મારી ફિલ્મ માં કામ કરશો..
પતિ: શું કરવાનું એમાં?
પત્ની બસ ઘરે જવાનું છે અને પાછા આવાવવાનું છે…
પતિ: હા પણ ફિલ્મ નું નામ શું છે?
પત્ની: ધોબી નો કૂતરો ના ઘરનો ના ઘાટનો
એવું કહેવાય છે કે જ્યાં એકવાર છેતરાયા હોય ત્યાં બીજી વાર ના જવું જોઈએ.. પણ શું કરીએ સસુરાલ માં તો જવું જ પડે….
શોપિંગ મોલ માથી પત્ની ને ખરીદી કર્યા વગર પાછી લાવવી એ પણ એક “જીવન જીવવાની કળા” છે.
જજ: તે દસ વર્ષ થી તારી પત્ની ને દબાવી, ડરાવી, ધમકાવી ને પોતાના વશ માં રાખી છે,
મુજરીમ: જજ સાહેબ પણ….
જજ: સફાઈ નથી જોઈતી રસ્તો બતાવ રસ્તો…
ભક્ત ની તપસ્યાથી ભગવાન પ્રસન્ન થઈ બોલ્યા
ભગવાન: બોલ ભક્ત શું વરદાન જોઈએ છે???
ભક્ત: સ્વર્ગ થી ધરતી સુધી નો રસ્તો બનાવી દો
ભગવાન: અશકય છે બીજું કઈક માંગ
ભક્ત: પત્ની ને સમજદાર, શુશીલ અને શાંત બનાવી દો
ભગવાન: રસ્તો કેવો બનાવું ડામર કે RCC
પત્ની: આ તમે જે ફેસબુક પર રોજ રોજ શાયરી લખો છો કે યે તેરી જુલ્ફે, યે રેશમ કી ડોર કોના માટે લખો છો.
પતિ: પગલી એ તારા માટે લખું છુ..
પત્ની: તો પછી એજ રેશમ ની ડોર દાળ માં આવે તો બરાડા કેમ પાડો છો..
પતિ તેના બોસ ને
પતિ: સર માટી પત્ની છેલ્લા 5 – 6 દિવસ થી મારૂ માથું ખાય છે ફરવા જવા માટે રજાઓ જોઈએ છીએ.
બોસ: નહીં મળે..
પતિ: આભાર સાહેબ, મને વિશ્વાસ જ હતો કે તમે જ મને ખરી મુસીબત માં કામે આવશો…